﻿ગી.શા..
125.
ચઢવાનું ગીત. જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે. 
જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે. 
દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય. 
હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો. 
પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ. 
