﻿ગી.શા..
100.
આભારસ્તુતિનું ગીત. હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ. 
આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો. 
જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ. 
આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો. 
કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે. 
