﻿ગીતશાસ્ત્ર.
128.
જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે; તે સર્વને ધન્ય છે. 
તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે. તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે. 
તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. 
જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. 
યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો. 
તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે. ઇસ્રાએલને શાંતિ થાઓ. 
