﻿લુક.
22.
આમી પાસ્કા સણ જો બેખમીર બાખ્યે સણ આખાયેહે બેન દિહયા પાછે સુરુ ઓઅનારો આતો. 
મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ યે વાતે પાહલા પોડયેલ કા ઈસુવાલ કેહેકેન દોગો દેયન માઆઇ ટાકજે. 
એને બાર શિષ્યામાઅનો યોક યહૂદા નાંવા આતો, ચ્યાલ ઇસ્કારીયોતીયો આખે, ચ્યામાય સૈતાન ઉરાઇ ગીયો, 
એને તો મુખ્ય યાજકાહા એને દેવાળા રાખવાળ્યાહા આગેવાનહાપાય ગીયો એને આખ્યાં કા, આંય ઈસુવાલ દોઆડાહાટી તુમહાન મોદાત કોઅહી. 
ચ્યા ઈ વાત વોનાઈન ખુશ ઓઈ ગીયા, એને ચ્યાલ પોયહા દાંહાટી વાયદો કોઅયો. 
પાછે યહૂદા ઈસુવાલ ચ્યાહા આથામાય દોઆડી દેઅના મોકો હોદતો લાગ્યો, કા દંગો કોઅયા વોગાર ચ્યાહા આથામાય દોઆડી દેય. 
બેન દિહયા પાછે, પાસ્કા સણા પેલ્લે દિહે, જોવે ચ્યાહાય સણાહાટી ગેટા બલિદાન કોઅયા. 
તોવે ઈસુવે પિત્તરાલ એને યોહાનાલ એહેકોય આખીન દોવાડયા કા: “જાયને આપહે ખાઅનાહાટી પાસ્કા સણા તિયારી કોઆ.” 
“ચ્યાહાય પુછ્યાં, તું આમહાન કેછ દોવાડા માગતોહો, કા આમા પાસ્કા ખુશ્યે હાટી ખાઅના તિયાર કોઅજે કા આપા ખાજે?” 
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “એઆ, જોવે તુમા શેહેરામાય જાહા, તાં તુમહાન પાઅયા વેંડલા લેઈને જાતા યોક માઅહું મિળી; જ્યા ગોઆમાય તીં જાય તુમા ચ્યા પાછલા જાજા. 
એને ગોઆ માલિકાલ આખા, આમહાન પ્રભુવે તુલ આખા દોવાડયાહા, કા મા શિષ્યહાઆરે આંય પાસ્કા બાખે ખાઉં તી ખોલી કેછ હેય?” 
તોવે તો તુમહાન માળાંડયેવોય યોક મોઠી સોજાવીન તિયાર કોઅલી ખોલી દેખાડી દી, તાં તિયારી કોઆ. 
બેન શિષ્ય ચાલ પોડ્યા એને શેહેરામાય યેના, એને જેહે ઈસુવે ચ્યાહાન આખ્યેલ, તેહેંજ ચ્યાહાન એરા મિળ્યાં; એને તાં ચ્યાહાય પાસ્કા સણા ખાઅના તિયારી કોઅયી. 
જોવે તો સમય યેનો, તોવે તો પ્રેષિતહાઆરે ખાં બોહી ગીયો. 
તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “માન મોઠી આશા આતી, કા આંય દુઃખ બોગવાં એને મોઅરા પેલ્લા, યા પાસ્કા સણા ખાઅના તુમહેઆરે ખાંવ. 
કાહાકા આંય તુમહાન આખતાહાવ, આમી પાછે આંય બિજો પાસ્કા ખાઅના નાંય ખાઉં, જાવ પોરમેહેરા રાજ્યમાય ઈ પુરાં ઓઅઇ જાય.” 
એને યોક વાટકીમાય દારાખા રોહો લેઈને, ચ્યેવોય પોરમેહેરા આભાર માનીન, ચ્યે આખ્યાં, “લા, તુમહેમાય ઓ દારાખા રોહો લીયા, 
આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, ચ્યા પાછે, આંય પોરમેહેરા રાજ્ય દિહી યા લોગુ પાછે કોવેજ દારાખા રોહો નાંય પિયું.” 
એને ચ્યે બાખે લેદી, એને આભાર માનીન મૂડી, એને શિષ્યહાન એહેકોય આખીન દેની, કા ઈ મા શરીર હેય, જીં તુમહેહાટી દેવાયી, મા યાદ હાટી ઈ કોઆ. 
પાછે ઈસુવે દારાખા રોહા પિયાલો લેદો; એને પોરમેહેરા આભાર માનીન તીં ચ્યા શિષ્યહાન દેના; એને ચ્યા બોદહાય ચ્યામાઅને પિદાં; એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ દારાખા રોહો મા લોય હેય, મા લોય ઘોણા લોકહા એહેરે બોલીદાના રુપામાય વોવાડલાં જાહે, ઓ ચ્યા વાયદા સાબિત કોઅરી જો પોરમેહેર પોતે લોકહાઆરે બોનાવી રિઅલો હેય. 
એને એઅયા, માન દોગો દેનારા આથ મા આરે થાળીયેમાય હેય. 
આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાલ બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઈદાંહાટી મોદાત કોઅહે.” 
તોવે ચ્યા યોક બીજહા આરે વાતો કોઅરા લાગ્યા કા “આમહે માઅને કું હેય, જો ઈ કામ કોઅરી.” 
એને શિષ્યહામાય બોલા-બોલી જાયી કા, ચ્યાહામાય કું મોઠો હેય. 
તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, જ્યા લોક યા દુનિયામાય જ્યા ઓદિકારી ગોણાતાહા, ચ્યે ચ્યાહા ઓદિકારા ઉપયોગ ચ્યાહા તાબામાઅને લોકહાઉપે ઓદિકાર ચાલાડાહાટી કોઅતાહા, ચ્યા ચ્યાહા ઉપકારી આખાડતાહા. 
બાકી તુમહાય ઓહડા નાંય ઓઅના, બાકી તુમહેમાય જો કાદો મોઠા હેય, તો પોતે વાહનો બોને એને જો ઓદિકારી ઓરી તો સેવા કોઅનારો સેવકા હારકો બોના. 
કાહાકા કું મોઠો ગોણાય, ખાં બોઠો તો, કા ચ્યા ચાકરી કોઅનારો તો? ખાં બોઠો તો મોઠો, નાંય કા? બાકી આંય તુમહે વોચમાય ચાકરી કોઅનારા હારખો હેય. 
બાકી તુમા મા દુઃખામાય સાદા આરે રિયા. 
જેહેકોય મા હોરગ્યા આબહે માંહાટી યોક રાજ્ય ઠોરવ્યાહાં, તેહેકોય આંયબી તુમહેહાટી ઠોરાવતાહાવ. 
એને તુમા મા આરે મા રાજ્યમાય ખાહા એને પીયહા, બાકી સિંહાસનાવોય બોહીન ઈસરાયેલા બાર કુળહા ન્યાય કોઅહા. 
“સિમોન, સિમોન, એએ, સૈતાને પોરમેહેરા પાયને તુમહે લોકહા પરીક્ષા કોઅરાહાટી પરવાનગી માગહી, હારાલ ખારાબા પાયને ઓલાગ કોઅરાહાટી, જેહેકોય ખેડુત ગોંવહાન ભૂસાપાયને ઓલાગ કોઅહે. 
બાકી માયે તોહાટી પ્રાર્થના કોઅયી, કા તું માયેવોય બોરહો કોઅના બંદ નાંય કોઆ, એને પાછો પોસ્તાવો કોઇન તોવે તો બાહહાન તું માયેવોય બોરહો કોઅરા મજબુત કોઓ.” 
બાકી ચ્યે ચ્યાલ આખ્યાં, “પ્રભુ, તોઆરે આંય જેલેમાય જાં બી એને મોરાં બી તિયારી હેતાઉ.” 
બાકી ઈસુવે આખ્યાં, “પિત્તર, તુલ આંય આખતાહાવ આજે રાતી કુકાડ વાહાય ચ્યા પેલ્લા, તીનદા તું એહેકોય આખહે, ચ્યાલ આંય નાંય વોળખું.” 
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે માયે તુમહાન પોયહા વોગાર, ઠેલી એને ખાઅડાહા વોગાર દોવાડયા, તોદિહી તુમહાન કાય ઓછા પોડ્યા કા?” ચ્યાહાય જાવાબ દેનો, “નાંય,” 
તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં, “બાકી આમી લોક આપહે વિરુદ હેય, યાહાટી જ્યા પાય પોયહા પાકીટ ઓરી તી તો લેય એને ઠેલી બી એને જ્યા પાય તારવાય નાંય મીળે તો ચ્યા ડોગલેં વેચિન યોક તારવાય વેચાતાં લેય. 
કાહાકા આંય તુમહાન આખતાહાવ કા એહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તો ગુનેગારીયાહામાંય સામીલ ઓઅરી, ઈ વાત મા બારામાય પુરી ઓરા જોજે, એને હાચ્ચાંજ ઈ વાત મા બારામાય પુરી ઓઈ રિઅલી હેય.” 
ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “પ્રભુ, એએ, ઈહીં બેન તારવાયો હેત્યો” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “બોજ હેય.” 
તોવે તો ઉઠીન ચ્યા પુરામાણે જૈતુન ડોગાવોય ગીયો, એને ચ્યા શિષ્ય ચ્યાઆરે ગીયા. 
તોવે ચ્યા જાગાવોય જાય પોઅચ્યા પાછે ઈસુવે શિષ્યહાન આખ્યાં, પ્રાર્થના કોઅતા રા કા, તુમા બોદા પરીક્ષામાય નાંય પોડે. 
એને ચ્યાહા પાહને વાહાયોક દુર જાયને, તો માંડયે પોડીન પ્રાર્થના કોઅરા લાગ્યો. 
“જો તો યોજનામાય શક્ય ઓરી, તે માન યા દુઃખામાઅને બોચાડ, જીં માયેવોય યેનારાં હેય.” 
તોવે આકાશામાઅને હોરગા યોક દૂત ચ્યાલ દેખાયો એને ઈસુલ સામર્થ્ય દેનો. 
એને તો બોજ આબદામાય એને નિરાશ આતો એને દુઃખામાય રોયન બોજ પ્રાર્થના કોઇ રિઅલો આતો, એને ચ્યા ગોદારો લોયા મોઠા-મોઠા ટીપકા હારકો દોરતીવોય ગોળે. 
પાછે પ્રાર્થના માઅને ઉઠીન તો શિષ્યહાપાય ગીયો, તોવે ચ્યા નિરાશા લેદે હુતલા દેખ્યા. 
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાહા તુમા હુતલા હેય? ઉઠા, એને પ્રાર્થના કોઅતા રા કા, તુમા બોદા પરીક્ષામાય નાંય પોડે.” 
જોવે ઈસુ ઈ આજુ બોલહેજ ઓલહામાયજ, યહૂદા ઇસ્કારીયોત જો બાર શિષ્યહામાયનો યોક જાંઆ આતો ચ્યાહા આગલા-આગલા યી રિઅલો આતો, તો ઈસુ પાહે યેનો, કા ઈસુવાલ ગુળા દેય. 
તોવે ઈસુવે ચ્યાલ આખ્યાં, “યહૂદા, ગુળા દેયન તું માન, માઅહા પોહાલ દોય દેહે કા?” 
જોવે ચ્યા હાંગાત્યાહાય ઈ ઓઅતા દેખ્યા ચ્યાહાય પુછ્યાં, “પ્રભુ, તારવાયે કોઇન ઠોકજે કા?” 
એને ચ્યાહા માઅના યોક જાંઆય મહાયાજકા ચાકારાલ ઠોક્યો એને ચ્યા જમણો કાન કાપી ટાક્યો. 
તોવે ઈસુવે આખ્યો, “આમી બાસ કોઆ” ઈસુવે ચ્યા કાનાલ આથ લાવીન ચ્યાલ હારો કોઅયો. 
તોવે ઈસુય મુખ્ય યાજકાહાલ એને દેવાળા રાખવાળ્યા આગેવાનહાન એને વડીલાહાન આખ્યાં, “કાય તુમા માન ડાખૂ હોમજીન દોઓરાં હાટી તારવાય એને ડેંગારા લેઈને યેનાહા કા? 
જોવે આંય દિનેરોજ દેવાળામાય તુમહેઆરે રોઇન હિકાડૂ, તેરુંબી તુમહાય માન નાંય દોઓયેલ. બાકી આમીતે તુમહે સમય હેય, એને આંદારાં ઓદિકાર ચાલહે.” 
ચ્યાહાય ચ્યાલ દોઅયો એને મહાયાજકા ગોઅ લેય ગીયા, બાકી પિત્તર દુઉ રોયન ચ્યા પાહલા-પાહલા ચાલ્યો. 
એને જોવે બાઆપુર માઅહે આગડા બાળીન તાપાયા બોઠે, ચ્યાહા વોચમાય પિત્તર બી બોહી ગીયો. 
આગડા પાય ચ્યાલ બોઠલો દેખીન યોક ચાકરાણ્યે ચ્યાલ દારી-દારી એઇન આખ્યાં, “એલો ચ્યાઆરે આતો.” 
બાકી તો નાંય માન્યો એને બોલ્યો, “બાય, ચ્યાલ આંય નાંય વોળખું.” 
થોડીવાઆ રોયન પાછે યોક બીજે ચ્યાલ એઇન આખ્યાં, “તું ચ્યાહામાઅનો હેતો” બાકી પિત્તરે આખ્યાં, “માટડા આંય નાંય હેતાઉ.” 
આસરે યોક કોલાક પાછે યોક બીજે ખાત્રી કોઇન આખ્યાં, “હાચ્ચાં એલો ચ્યાઆરે આતો, એલો હોગો ગાલીલ ભાગા માઅહું હેય.” 
પિત્તરે આખ્યાં, “ઓ માટડા, તું કાય આખતોહો તી માન હોમાજુજ નાંય પોડે?” તો આજુ બોલહે તોવે ચ્યેજ ગેડીયે કુકાડ વાહાયો. 
એને પિત્તરાલ ઈસુવા આખલી વાત યાદ યેની, “કુકાડ વાહાયી ચ્યા પેલ્લા તું માન તીનદા નાકાર કોઇ દેહે કા તું માન નાંય વોળખે” 
એને તોવે પિત્તર ચ્યા પોતે દુ:ખાલ તાબામાંય નાંય કોઇ હોક્યો એને તો હુંઅકા ટાકીન રોડાં લાગ્યો. 
જ્યા માઅહાય ઈસુલ દોઅલો આતો, ચ્યે ચ્યા મશ્કરી કોઇન ઠોકાં લાગ્યા, 
એને ઈસુ ડોળા દોડપીન ચ્યાલ પુછ્યાં, “ભવિષ્યવાણી કોઇન આખ કા તુલ કુંયે ઠોક્યાં.” 
એને આજુ બીજી બોજ નિંદા વાતો ચ્યા વિરુદમાય આખી. 
જોવે ઉજાળાં ઓઅઇ ગીયા તોવે લોકહા આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ બેગા જાયા, એને ઈસુલ સોબાયે ઠિકાણે લેય યેયન પુછ્યાં. 
“જો તું ખ્રિસ્ત હેય, તોવે આમહાન આખી દે” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જો આંય આખું, તોવે તુમા બોરહો નાંય કોઅહા. 
એને જો આંય પુછું તોવે તુમા જાવાબ નાંય દાહા. 
બાકી આમી પાછે આંય, માઅહા પોહો સર્વશક્તિમાન પોરમેહેરા જમણા આથે બોઠલો રોય.” 
તોવે બોદહાય પુછ્યાં, “તોવે તું પોરમેહેરા પોહો હેતો કા?” ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “તુમા આખતાહા, કાહાકા આંય હેતાંવ.” 
તોવે ચ્યાહાય આખ્યાં, તુમા ચ્યાલ પોરમેહેરા નિંદા કોઅતા વોનાયાહા. “આમી તુમહે કાય આખના હેય ચ્યા બોદહા યે વાતે સહમત આતા કા ઈસુ ગુનેગાર હેય એને મોઅરા લાયકે હેય.” 
