﻿લુક.
13.
ચ્ચે સોમાયામાય કોલાક લોક યેના, એને ઈસુવાલ ચ્ચા ગાલીલ ભાગા માઅહા બારામાય આખતા લાગ્યા, જ્યા લોકહાન પિલાત રાજાય દેવાળામાય બલિદાન ચોડાવના સમયે માઆઇ ટાક્યા. 
ઈ વોનાયને ઈસુય ચ્યાહાન આખ્યાં, “કાય તુમા હોમાજતેહે કા ઈ ગાલીલ ભાગા માઅહું બિજા ગાલીલ વિસ્તારા માઅહા કોઅતા બોજ પાપી આતા કા ચ્યાહાવોય ઓહડી આબદા પોડી?” 
“આંય તુમહાન આખહુ, કા નાંય; જો તુમાબી પાપ નાંય છોડહા તે તુમાબી યેજ રીતેકોય નાશ ઓઅહા. 
નાયતે કાય તુમા હોમાજતાહા, જ્યા અડાર જાંઅહા બારામાય જ્યાહાવોય યેરૂસાલેમ શેહેરા પાહીને શિલોહ બુરુજ ટુટી પોડીન, દાબાઈન મોઅઇ ગીયા, કાય ચ્યા યેરૂસાલેમ શેહેરા લોકહા એને યેરૂસાલેમમાય રોનારે બોદહા કોઅતે વોદી પાપી આતેં? 
આંય તુમહાન આખહુ કા; તુમા પાપ નાંય છોડહા તે તુમહે નાશ યેજ રીત્યેકોય ઓઅરી.” 
પાછે ઈસુય દાખલો બી આખ્યો, “કાદા તેરી દારાખાહા વાડીમાય અંજીરા જાડ આતા, દર વોરહે તો ચ્યામાય ફળ હોદા યેય, બાકી નાંય જોડયા. 
તોવે ચ્યાય વાડી રાખવાળ્યાલ આખ્યાં, ‘એએ, તીન વોરહા કોય આંય યા અંજીરા જાડાવોય ફળ હોદા યાહુ, બાકી નાંય મીળે, યાલ ખાંડી ટાક કા તીં હાર્યે જમીનીલ બી બોગડાવી રીયહા.’ 
વાડી રાખવાળ્યાય માલિકાલ જોવાબ દેના, ઓ માલિક, યાલ યે વોરહી આજુ રા દે, કા યા જાડા ચારી ખૂણહામાય ખોદીન ખોત ટાકું. 
જો યેતે વોરહી ફળ દેય તોવે હારાં, નાંય તે ચ્યાલ ખાંડી કાડહુ.” 
આરામા દિહે ઈસુ યોક સોબાયે ઠિકાણે હિકાડતો આતો. 
તાં યોક બાઈ આતી, એને જ્યેં કૉબરામાયને ડોંગી વોળી ગીઅલી આતી, એને કોઅયેહેજ રીતે તી હિદી ઓઈ નાંય હોકતી આતી. 
ઈસુય ચ્યેલ એઇન હાદ્યા, એને આખ્યાં, “ઓ બાઈ, તું તો નોબળાયે માઅને હારી ઓઈ ગીયી.” 
તોવે ઈસુય ચ્યેવોય આથ થોવ્યો, એને તી તારાત હિદી ઓઈ ગીયી, એને પોરમેહેરા મહિમા કોઅરા લાગી. 
યાહાટી કા ઈસુય ચ્યેલ આરામા દિહી હારી કોઅયેલ, સોબાયે ઠિકાણે જો આગેવાન ખિજવાઈન લોકહાન આખા લાગ્યો, “યોકા આઠવાડયામાય છ: દિહી હેતા આમહાન કામ કોઅરાહાટી, ચ્ચાહાટી ચ્યાજ દિહામાય યેયન હારેં ઓરા, બાકી આરામા દિહે નાંય.” 
ઈ વોનાઈન પ્રભુય જોવાબ દેનો, “ઓ ડોંગ્યાહાય, કાય આરામા દિહે તુમહે ડોબહાલ એને ફૂરક્યાહાલ છોડીન પાંઈ પાજા નાંય લી જાત? 
તો કાય ઈ હારાં નાંય હેતા, કા ઈ બાઈ જીં આબ્રાહામા કુળામાઅને હેય, જ્યેલ સૈતાનાય અડાર વોરહા લોગુ બાંદી રાખલી આતી, આરામા દિહી ચ્યેલ બંધનામાઅને છોડવામાય યેહે?” 
જોવે ઈસુય યો વાતો આખ્યો, ચ્યા બોદે વિરુદી લાજવાઈ ગીયા, એને લોકહા બોદો ટોળો તીં મહાન કામે તો કોઅતો આતો, ચ્યાહાથી ચ્યે આનંદિત ઓઅયે. 
પાછે ચ્યાય આખ્યાં, “પોરમેહેરા રાજ્ય કા હારકા હેય? એને આંય ચ્યા ઉપમા કોહડા કોય દાવ? 
તીં રાયે દાણા હારકા હેય, જ્યાલ કાદા માઅહાય લેઈને પોતાના રાનામાય પોઅયા એને તી વોદીન જાડ ઓઈ ગીયા; એને આકાશામાય ઉડનારે ચિડેં યેઇન ચ્યા ડાહાગીવોય ગોરો કોઅયો.” 
ચ્યાય પાછે આખ્યાં, “આંય પોરમેહેરા રાજ્યા ઉપમા કોહડા કોય દાવ? 
તી ખમીરા હારકા હેય, જ્યાલ કાદ્યે થેએયે લેયને તીન માપ કુટામાય મોગલી દેના, એને દિરે-દિરે બોદો કુટ ખમીર ઓઈ ગીયો.” 
ઈસુ શિષ્યહાઆરે શેહેર-શેહેર એને ગાવહે-ગાવહે જાયન હિકાડતો યેરૂસાલેમ શેહેરા એછે જાય રિઅલો આતો, 
એને કાદાય ચ્યાલ પુછ્યાં, “ઓ પ્રભુ, કાય પોરમેહેર વોછા લોકહાન અનંતકાળા શિક્ષાથી બોચાવી?” ઈસુવે ચ્યાલ આખ્યાં, 
“પોરમેહેરા રાજ્યામાય હાકડા બાઅણા માઅને જાઅના કોઠણ હેય, કાહાકા આંય તુમહાન આખહુ, બોદેજ જાં માગી, બાકી નાંય જાય હોકી. 
જોવે પોરમેહેર, જો ગોઆ માલિક હેય, દરવાજો બોંદ કોય દી, એને તુમા બારે ઉબે રોઇન દારવાજો ખોકડાવીન રાવ્યાં કોઇન આખહા, ‘ઓ પ્રભુ, આમેહાટી દારવાજો ખોલી દે,’ એને તો જોવાબ દી, ‘આંય તુમહાન નાંય વોળખું, તુમા કેછને હેય?’ 
તોવે તુમા આખહા, ‘આમહાય તો હામ્મે ખાદાં-પિદાં એને તુયે આમે આટામાય હિકાડયાં.’ 
બાકી તો આખરી, ‘આંય તુમહાન આખહુ કા, આંય તુમહાન નાંય વોળખું કા તુમા કેછને હેય, ઓ અન્યાય કોઅનારાહા, તુમા બોદે મા ઇહિને દુઉ ઓઈ જાં.’ 
તાં રોડના એને દાત કોકડાવના ઓરી; જોવે તુમા આબ્રાહામા એને ઈસાક એને યાકૂબા એને બોદા ભવિષ્યવક્તાલ પોરમેહેરા રાજ્યામાય બોઠલા, એને તુમહાન બાઆ કાડી દેનલા એઅહા. 
એને પૂર્વ એને પચ્છીમ, ઉત્તર એને દક્ષીણ એછને લોક યેઇન પોરમેહેરા રાજ્યા જેવાણમાય ભાગીદાર ઓઅરી. 
ઈ જાઈલા, કોલહેક જ્યેં આમી પાછલા હેય ચ્યે પેલ્લે ઓઅરી, એને કોલહેક જ્યેં પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી.” 
ચ્યેજ સમાયે કોલહાક પોરૂષી લોકહાય યેયન ઈસુલ આખ્યાં, “ઇહિને નિંગીન જાતો રો, કાહાકા હેરોદ રાજા તુલ માઆઇ ટાકાં માગહે.” 
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જાયને ચ્યાલ જો કોલાહ હારકો ચાલાક હેય, આખી દે આંય આજે એને કાલે બુતાહાલ કાડીન બિમાર માઅહાલ હારાં કોઅહુ, એને તીજે દિહી આપહે કામ આંય પુરાં કોઅઇ લિહીં. 
તેબી માન આજે એને કાલે એને પોરે દિહી ચાલના જરુરી હેતા, કાહાકા યોક ભવિષ્યવક્તા યેરૂસાલેમ શેહેરામાયજ માઅલો જાય”. 
ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, તુમા ભવિષ્યવક્તાહાલ માઆઇ ટાકતાહા, જ્યાહાલ બોજ પેલ્લા તુમહેપાય દોવાડયેલ, ચ્યાહાન દોગડાકોય ઠોકતાહા. કોલાદા માયે ઇચ્છા કોઅયી કા જેહેકોય કુકડી પિચલાહાલ પાખડા તોળે બોચાવ કોઅહે, તેહેકોય આંયબી તો પાહાહાન રાખવાળી કોઉ, બાકી તુમહે ઇચ્છા નાંય આતી. 
એઆ, યાહાટી આમી હોમજી લા કા તુમહે ગોઅ તુમહેહાટી ઉજાડ કોઅવામાય યી. એને આંય તુમહાન આખતાહાવ, કા આમીને લેઈને જાવ લોગુ તુમા નાંય આખહા, ધન્ય હેય જો, પ્રભુ ઓદિકારાકોય યેહે, તાંવ લોગુ જાવ તુમા માન પાછા કોદહી નાંય એઅહા. 
