﻿માર્ક.
13.
ઈસુ દેવાળામાઅને નિંગતાંજ, ચ્યા શિષ્યહા માઅને યોકેજાએ ચ્યાલ આખ્યાં, “ઓ ગુરુ, કાય બારી બોંગલેં હેય! ચ્યા કોઅહા મોઠા દોગાડાકોય બોનલે હેય!” 
ઈસુવે ચ્યાહાલ આખ્યાં, “તુમા યે મોઠે બોંગલેં જ્યેં આમી એઅતાહા, બાકી, આંય તુમહાન આખહુ, દુશ્માન યોકબી દોગાડ પોતે જાગાવોય નાંય છોડી, ચ્યા બોદા નાશ કોઅઇ દી.” 
તોવે ઈસુ દેવાળા હામ્મે જૈતુના ડોગાવોય જાતો રિયો, એને ઉતરાત્યેવોય બોહી ગીયો, તે પિત્તર, યાકૂબ, યોહાન, એને આંદ્રિયાસ ચ્યાહાય ચ્યા યોખલાલ આલાગ જાયને પુછ્યાં, 
“આમહાન આખ કા યો વાતો કોવે ઓઅરી? એને જોવે ઈ બોદા ઓઅઇ જાઈ ચ્યે વેળાયે કાય નિશાણી ઓઅઇ?” 
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “હાચવીન રોજા કા તુમહાન કાદો નાંય છેતરે. 
બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, એને બોજ લોકહાન ચ્યાહા માનાડાંહાટી છેતરી. 
બાકી જોવે તુમા લોડાઈ, એને લોડાયેહે વાતો વોનાયાહા, તોવે મા ગાબરાયાહા, કાહાકા ઈ ઓઅનારાંજ હેય, બાકી દુનિયા છેવાટ તારાત નાંય ઓઅરી.” 
યોક જાતી લોક બિજ્યે બોદયે જાત્યે લોકહાવોય હમલો કોઅરી એને યોક દેશા લોક બિજા દેશા લોકહા વિરુદ લોડી, બોદેજ દોરતીકંપ ઓઅરી, એને કાળ પોડી એને ઈ દુઃખ પાહાહા જન્મા પેલ્લા ઓઅનારી પીડાયે હારકા હેય. 
“બાકી તુમા પોતેજ હાચવીન રા, કાહાકા લોક તુમહાન કોચર્યેમાય લેય જાય એને સોબાયે ઠિકાણામાય માર દી, કાહાકા તુમા મા શિષ્ય હેય, એને તુમહાન મા લીદે સરકારા, એને રાજહા આગલા ઉબા કોઅરી કા તુમહે ન્યાય કોએ. બાકી ચ્યા પરિણામ, તુમા ચ્યાહાન મા બારામાય હારી ખોબાર આખી હોકાહા. 
બાકી એહેકેન હેય કા દુનિયા છેવાટ ઓઅરા પેલ્લા તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન હારી ખોબારે વાત આખાય જાં જોજે. 
જોવે તુમહાન દોઓઈ લેઅરી એને કોચર્યેમાય લેય જાઅરી, તોવે પેલ્લા કાય આખના ચ્યા ચિંતા તુમા મા કોઅહા, બાકી જીં કાય ચ્યે વેળાયે પોરમેહેર તુમહાન આખાડી, તીંજ આખના, કાહાકા તુમા તોજ શબ્દ બોલહા, જો પવિત્ર આત્મા તુમહાન દી, શબ્દ તુમહેમાઅને નાંય યી. 
ચ્યે સમયે, જ્યા લોક માયેવોય બોરહો નાંય કોએત, ચ્યા ચ્યાહા બાહાહાલ દોઇન કોંડાડી દી, જ્યા માયેવોય બોરહો કોઅતાહા ચ્યાહાન માઆઇ ટાકી. આબહો પોતે પાહાહા આરે એહેકેન કોઅરી એને પોહેં પોતે આયહે આબહા વિરુદ કોઅરી એને ચ્યાહાન માઆઇ ટાકી.” 
કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી, બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી બોચાવ ઓઅઇ જાઅરી. 
યોક દિહી તુમા ખારાબ વાના દેખહા જ્યા લેદે દેવાળાલ છોડી દેવામાય યી, તો ચ્યા જાગાવોય ઉબો રોય, જાં ચ્યાલ ઉબો રોઅના કાયજ ઓદિકાર નાંય હેય. જો કાદો વાચહે તો યાલ હોમજાંહાટી કોશિશ કોએ જોવે તો સમય યી, જ્યા લોક યહૂદીયા વિસ્તારામાય હેય ચ્યાહાન બોચાંહાટી ડોગહાવોય નાહી જાં પોડી. 
જો ગોઆ ઉપે ચોડયો ઓરી, તો કાયબી લાંહાટી પાછા નિચે ગોઆમાય નાંય ઉરાય, તુમહાન નાહી જાં પોડી. 
એને જો રાનામાય ગીયો ઓરી તો, ડોગલાં લાંહાટી પાછો ગોઓ નાંય વોળી યેય. 
ઈ ચ્યે બાયહેહાટી યોક નોવાય લાગે ઓહડો સમય ઓઅરી જ્યો મોયનાવાળ્યો હેય, એને ચ્યો બાયો જ્યો પાહાહાન દુદ પાજી રિઅલ્યો હેય, ચ્યેહેલ નાહરાં બોજ કોઠાણ પોડી. 
ચ્યા દિહહામાય લોક બોજ ગંભીર રીતે પીડિત ઓઅરી, લોકહાય કોદહી ઓહડો સામનો નાંય કોઅલો હેય જોવે પોરમેહેરે પેલ્લા દુનિયા બોનાવલા આતા, લોક પાછા એહેકેન પીડિત નાંય ઓઅરી, યાહાટી પ્રાર્થના કોઅતા રા કા ઈ બોદા હીયાળામાય નાંય બોને, જોવે મુસાફીર કોઅરા કોઠાણ પોડે. 
પોરમેહેરાય ચ્યા દુ:ખા દિહી ઓછા કોઅઇ દેઅના નિર્ણય લેદલો હેય, નેતે, કાદાબી જીવા બોચાવ નાંય ઓઅતો, બાકી ચ્યા દિહાહા આકડો વોછો કોઅઇ દેઅરી, ચ્યા નિવાડલાહા મોદાતેહાટી. 
ચ્યે સમયે તુમહાન યોકતા એહેકેન આખે કા, એઆ, ખ્રિસ્ત ઈહીં હેય, કા એઆ તાં હેય, તોવે તુમા બોરહો મા થોવતા, 
કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારા, એને ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય. 
બાકી તુમા હાચવીન રોજા, કાહાકા તુમહાન માયે પેલ્લાજ બોદા આખી દેનહા. 
“ચ્યા દિહીહામાય, બોજ પીડા સમય બોંદ ઓઅરા પાછે, દિહી એને ચાંદ ઉજવાડો દેઅના બોંદ કોઅઇ દી. 
એને આકાશામાઅને ચાંદાલેં ટુટી પોડી, એને આકાશામાઅને પરાક્રમ આલી જાય. 
ચ્યે સમયે લોક માન દેખી, માઅહા પોહો દોરતી એછે વાદળામાય યી રીયલો હેય, ચ્યે મા સામર્થ એને મહિમા એઅરી. 
ચ્યે સમયે તો પોતાના હોરગા દૂતહાન દોવાડીન, બોદયે આકાશથી, એને દોરત્યે ચારી છેડાપાયને, ચારી ચોમખીને મા નિવાડલા લોકહાન બેગા કોઅહી.” 
“અંજીરા જાડવાથી ઓ દાખલો હિકાં, જોવે ચ્યા કોવળ્યો ડાળખ્યો ફૂટત્યોહો એને ડાહાગ્યો પીલવાત્યો લાગે, તોવે તુમહાન ખોબાર પોડહે કા ચોમહા સમય પાહાય યેય ગીયહો. 
તેહેંજ કોઇન, જોવે ઈ બોદા તુમહાન બોનતાં દેખાય, તોવે તુમહાન ખોબાર પોડી જાં જોજે કા દુનિયા છેલ્લો સમય યેય ગીયહો એને તો દુઉ નાંય હેય. 
આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા ઈ બોદા યે પેડયે લોક તોવેબી જીવતા રોય જોવે ઓહડા બોનાવ બોની. 
આકાશ એને દોરતી નાશ ઓઅઇ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.” 
“યો વાતો કોઅયેહે ગેડયે એને કોઅહે દિહયે ઓઅરી કાદાજ નાંય જાંએ, નાંય હોરગા દૂત જાંએ, નાંય પોરમેહેરા પોહો જાંએ, બાકી આબહો ઓ દિહી એને ઈ ગેડી જાંએ. 
એઆ, જાગતા રોજા એને પ્રાર્થના કોઅતા રોજા, કાહાકા તુમહાન નાંય ખોબાર હેય કા તો દિહી કોવે યી. 
મા પાછા ફિરીન યેઅના, ચ્યા માઅહા હારકા હેય, જીં માઅહું પારદેશ જાત્યે વેળાયે ચ્યા ગુઉ ચાકારાહા આથે છોડીન જાહાય, એને ચ્યા ચાકારાહાન ચ્યાહા કામ હોઅપી દેહે, એને ચોકીદારાન આખહે કા ચ્યા પાછા યેઅના લોગુ રાખવાળી કોઅજે. 
યાહાટી ઈસુય શિષ્યહાન આખ્યાં કા, તુમા નાંય જાંએ કા ગોઆ માલિક કોવે પાછી યી, યાહાટી તુમહાન એઅતા રા પોડી. વોખાતેહે કા, આરદી રાતે, કા કુકડા વાહાતે, કા ઉજાળાહાવોય યી. 
એહેકેન નાંય બોને કા તો અચાનક યેઇન તુમહાન હુતલા એએ. 
એને જીં આંય તુમહાન આખતાહાવ, તીંજ બોદહાન આખતાહાવ: સાદામાટે જાગતા રા.” 
