﻿માથ્થી.
10.
પાછે ઈસુવે ચ્યા બાર શિષ્યહાન હાદિન, બુતાલ લોકહામાઅને કાડના ઓદિકાર દેનો એને બોદયે જાત્યા રોગ એને દુઃખ હારાં કોઅના ચ્યાહાન ઓદિકાર દેનો. 
એને બાર પ્રેષિતાહા નાંવે યેં હેતેં: પેલ્લો, સિમોન જ્યાલ પિત્તર આખવામાય યેહે એને ચ્યા બાહા આંદ્રિયાસ, જબદયા પોહો યાકૂબ, એને ચ્યા બાહા યોહાન. 
ફિલિપ, એને બારતોલોમી, થોમા, એને જકાતદાર માથ્થી, અલફિયા પોહો યાકૂબ, એને તદે. 
સિમોન કનાની, એને યહૂદા ઇસ્કારીયોત જ્યેં ચ્યાલ દોઅવાડી દેનેલ. 
યા બાર શિષ્યહાન ઈસુવે એહેકેન આખીન દોવાડયા કા: “ગેર યહૂદી લોકહામાય જાતા મા, એને સમરૂના કોઅહાબી શેહેરામાય ઉરાયાહા મા. 
બાકી તુમા ઈસરાયેલ દેશા કુટુંબમાય ટાકાલા ગેટાહા એછે જાજા. 
એને જાતા-જાતા તુમા એહેકેન હારી ખોબાર આખજા: કા હોરગા રાજ્ય પાહી યેય ગીઅલાં હેય. 
દુખ્યાહાન હારેં કોઅયા, મોઅલાહાન જીવતે કોઅરા, કોડળ્યાહાન હારેં કોઅયા, એને બુતાહાન કાડી ટાકજા, તુમાહાય મોફાત મેળવ્યાહાં તે મોફાત દા. 
તુમા તુમહે પાકીટ માય હોના, રુપાં નાયતે તાંબા લાહા મા. 
વાટેહાટી ઠેલી મા લાહા, નાંય બેન જોડ ફાડકે લેતા, નાંય બેન જોડ વાઅણે એને બેન લાકડયોબી મા લેતા. કાહાકા કામ કોઅનારાલ ચ્યા ખાઅના મિળાં જોજે.” 
“એને જ્યા કોઅહાબી શેહેરામાય નાયતે ગાવહામાય જાહા, તે ચ્યે માન એહેકેન પુછ્યાં કા ઈહીં કું હારો હેય એને જાંઉ લોગુ તાંઅરે નાંય જાહા, તાંઉલોગુ ચ્યાજ ગોઅમે રોજા. 
ગાઆમાય જાતાંજ ચ્યાહાલ બોરકાત દેજા. 
એને તીં ગુઉ બોરકાતે લાયક્યે ઓઅરી તે તુમહે સુખ શાંતી ચ્યાહાવોય જાય, બાકી તીં લાયક્યે નાંય ઓઅરી તે તુમહે સુખ શાંતી તુમહેપાય વોળી યેઅરી. 
એને જાં તુમહાન લોક નાંય હાદેત એને તુમહે નાંય હાંબળેત, તાંઅરે નિંગી જાયા, એને ચ્યાહાન નિશાણી દાંહાટી, તુમહે પાગહા આરેને ઉદળાં તાંજ ખેખરી ટાકજા, ચ્યાહાન ઈ ચેતાવણી દાંહાટી કા પોરમેહેરા એહેરે મિળનારી સજા ચ્યા પોતેજ જાબાવદાર હેય.” 
આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, ન્યાયા દિહી ચ્યા શેહેરા દશા સદોમ એને ગમોરા શેહેરા કોઅતા વોદારી સાજા મિળી એને યાહા હાલાત બોજ ખારાબ ઓઅઇ જાઅરી. 
“એઆ, આંય તુમહાન ગેટાહા હારખો તોઅસાહા વોચમાય દોવાડતાહું, ચ્યાહાટી હાપડાહા હારખા બોજ ઉશારી રોજા એને કબુતરાહા હારખા બોળા બોના. 
બાકી તુમા લોકહાપાઅને હાચવીન રા, કાહાકા લોક તુમહાન કોચર્યેમાય લી જાય એને સોબાયે ઠિકાણાહામાય માર દી. 
તુમા માંહાટી સરકારા, એને રાજહા આગલા એને ગેર યહૂદી લોકહાવોય સાક્ષી બોનાહાટી ઉબા કોઅલા જાહા. 
જોવે તુમહાન ચ્યે કોચર્યેમાય દોઅવાડી દેય, તોવે કેહેકેન બોલના એને કાય આખના ચ્યા ચિંતા મા કોઅહા, કાહાકા જીં કાય તુમહાન આખના હેય તીં ચ્યે સમયે આખાડી.” 
કાહાકા આખનારે તુમા નાંય હેય, બાકી તુમહે પવિત્ર આત્મા તુમહેકોય બોલી. 
ચ્યે સમયે, જ્યા લોક માયેવોય બોરહો નાંય કોએત, “ચ્યા ચ્યાહા બાહાહાલ દોઇન કોંડાડી દી, જ્યા માયેવોય બોરહો કોઅતાહા ચ્યાહાન માઆઇ ટાકી, આબહો પોતે પાહાહા આરે એહેકેન કોઅરી એને પોહેં પોતે આયહે આબહા વિરુદ કોઅરી એને ચ્યાહાન માઆઇ ટાકી.” 
કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી; બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી. 
જોવે તુમહાન ચ્યે યોકા શેહેરામાય સતાવે, તોવે બિજા શેહેરામાય નાહી પોડજા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, તુમા આંય, માઅહા પોહા યેઅના પેલ્લા ઈસરાયેલ દેશા બોદા ગાવાહામાય ગીયા બી નાંય ઓરી. 
“શિષ્ય ચ્યા ગુરુઆ કોઅતા મોઠો નાંય રોય, એને દોણ્યા કોઅતા મોઠો ચાકાર નાંય રોય. 
ગુરુઆ હારખા શિષ્ય, એને ચાકાર દોણ્યા હારખો બોનના તીંજ બો હેય; જોવે ચ્યાહાય ગોઆ દોણ્યાલ સૈતાન જો બુતાહા મુખ્ય આખ્યાં, જો ચ્યે દોણ્યા આરે ખારાબ વ્યવહાર કોઅતેહે, તે ચ્યે ચ્યા ચાકારાહા આરેબી ખારાબ વ્યવહાર કોઅરી.” 
“ચ્યાહાટી માઅહાન ગાબરાના નાંય; કાહાકા કોઅહીજ વસ્તુ ઓહડી નાંય હેય કા તી ડાકલી રોય એને યોકતી વસ્તુ ઓહડી નાંય હેય કા તી દુબાડી હોકાય બાકી બોદાજ ખુલ્લાં પોડી જાય.” 
આંય જીં તુમહાન આંદારામાય આખતાહાવ, તીં તુમા ઉજવાડામાય આખી દિયા; એને જો આંય કાનામાય દુંદરીન આખતાહાવ, તીં તુમા બોદે જાગે આખા. 
જ્યેં શરીરાલ માઆઇ ટાકી હોકતેહેં, બાકી ચ્યે આત્માલ નાશ નાંય કોઅઇ હોકે, ચ્યાહાન મા ગાબરાયાહા, બાકી જો શરીર એને આત્મા બેન્યાહાન બોસામકોળીમાય ટાકી હોકહે ચ્યા પોરમેહેરાલ ગાબરાજા. 
હાકરીયેં ચિડેં બોજ હોયતે વેચાતેહે, તેરુંબી તુમહે હોરગ્યા આબહા મોરજી વોગાર ચ્યાહામાઅને યોકબી દોરતીવોય નાંય ટુટી પોડે. 
પોરમેહેર તુમહે જીવના બોદી ચિંતા કોઅહે, તો ઇબી જાંઅહે કા તુમહે ટોલપીવોય કોલહા કીહીં હેય. 
યાહાટી તુમા મા બીયહા, તુમા બોજ ચિડહા કોઅતાબી કિમત્યા હેતા. 
“જીં માઅહું લોકહા હોમ્મે માની લેહે, તો મા શિષ્ય હેય, આંયબી મા હોરગામાઅને આબહાલ આખી દિહીં કા ઓ મા શિષ્ય હેય. 
બાકી જીં માઅહું માન માઅહા હોમ્મે નાંય માને, તે ચ્યાલ આંયબી મા હોરગામાઅને આબહાલ આખી દિહીં કા ઓ મા શિષ્ય નાંય હેય.” 
“ઈ મા હુમાજતા કા આંય દોરત્યેવોય લોકહાવોચમાય શાંતી દાં યેનોહો, આંય દોરત્યેવોય લોકહાવોચમાય શાંતી નાંય બાકી જગડો કોઆડાં યેનહો. 
આંય યાહાટી યેનોહો કા: પોહાલ ચ્યા આબહા આરે, એને પોહયેલ આયહે આરે, એને વોવલ્યેહેન હાઅવેહે આરે, વિરુદ કોઅઇ દાવ.” 
“માઅહા વિરુદયે ચ્યા પોતે ગોઅને માઅહેજ રોય.” 
જીં માઅહું આબહાલ યા આયહેલ મા કોઅતો બોજ પ્રેમ કોઅહે, તીં માઅહું મા શિષ્ય બોના લાયકે નાંય હેય, એને જીં માઅહું પોહા યા પોહયેલ મા કોઅતો બોજ પ્રેમ કોઅહે, તીં મા શિષ્ય બોના લાયકે નાંય હેય. 
જીં માઅહું મા શિષ્ય ઓઅના લીદે દુઃખ નાંય વેઠે એને મોઅરાંહાટી તિયાર નાંય ઓએ, તીં મા શિષ્ય બોના લાયકે નાંય હેય. 
જીં માઅહું પોતે જીવ બોચાડેહે, તો ચ્યાલ ગુમાવી દી, એને જો મા લીદે ચ્યા જીવ દેહે, તો ચ્યાલ મેળવી. 
“જો કાદોબી મા લીદે એહેકેન યોકા પોહાલ દોયા દેખાડેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે જ્યાંય માન દોવાડયોહો.” 
જીં માઅહું ભવિષ્યવક્તાલ ભવિષ્યવક્તા જાંઆઈન માનહે, ચ્યાલ ભવિષ્યવક્તા હારખો ઇનામ મિળી; જીં હારાં માઅહું હોમજીન હારાં માઅહાન માનહે, ચ્યાલ હારાં માઅહા હારખા ઇનામ મિળી. 
જો કાદો યોક ગોલાસ પાઆઈ તુમહાન યાહાટી પાજી કા તુમા મા શિષ્ય આખાતાહા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા પોરમેહેર નોક્કીજ ચ્યા માઅહાન ઇનામ દેઅરી. 
